Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiઆવતીકાલે શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન

આવતીકાલે શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન

મોરબી શહેરમાં આરોગ્યસેવાના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલરૂપે, શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ કાર્યરત શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું આગામી તારીખ 27 જૂનના રોજ સવારે 9 કલાકે ઉદ્ઘાટન કરવામા આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ.જયંતિભાઈ ભાડેસિઆ (RSS પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક) ઉપસ્થિત રહેશે, જ્યારે ગૌરવના અતિથિ તરીકે કાંતિભાઈ અમૃતિયા (ધારાસભ્ય, મોરબી માળિયા), દુર્લભજીભાઈ દેથરિયા (ધારાસભ્ય, ટંકારા-પડધરી), અને જયંતિભાઈ રાજકોટિયા (ભાજપ પ્રમુખ, મોરબી જિલ્લા) હાજરી આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટ આધારિત ક્લિનિકનો હેતુ શહેરના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને વ્યાવસાયિક સારવાર સગવડયુક્ત અને વાજબી દરે ઉપલબ્ધ કરાવવાનો છે.  અહીં નસ, સાંધા, પીઠ અને સ્નાયુના દુખાવા માટે સારવાર તેમજ EMG, NCV અને PFT ટેસ્ટ જેવી તપાસની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ક્લિનિક સોમવારથી શનિવાર, સવારે 9 થી બપોરે 1 અને સાંજે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સ્થળ: શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, ત્રીજો માળ, નિલકંઠ પ્લાઝા-2, નાની કેનાલ રોડ, સનરાઈઝ વિલા પાસે, મોરબી – 363641. મોરબી શહેરના તમામ નાગરિકોને આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાની હાર્દિક આમંત્રણ છે. વધુ માહિતી માટે મો.9512410099 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments