મોરબીની શ્રી ગુલાબનગર પ્રાથમિક શાળાની પાસે ગત વર્ષે 25 વૃક્ષો શાળાથી ગામના મુખ્ય દ્વાર સુધી વાવેતર કરવામાં આવ્યું હતું. જે આજે વટ વૃક્ષ બની રસ્તાને હરિયાળો બનાવ્યો છે.આ વર્ષે “એક બાળ એક ઝાડ” ના સૂત્રને સાર્થક કરતા શ્રી ગુલાબનગર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા શાળાની બાજુમાં જ એક સુંદર મજાના બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ બગીચામાં વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમ કે, મનુષ્યને ઉપયોગી ઔષધી, ફળો અને રોજિંદા જીવનમાં ઉપયોગી તેમજ મધ્યાન ભોજનમાં ઉપયોગ થઈ શકે તેવા સરગવો, મીઠો લીમડો, લીંબુ તેમજ ફળાવ ઝાડમાં આંબો, ચીકુ, જામફળ, જાંબુડા રાયણ, મોસંબી, બદામ, આંબળા વગેરે રોપાઓ વાવેતર કરી જતન અને માવજતની જવાબદારી ગ્રીન ટીમ ગુલાબનગરે ઉઠાવી છે. તે ટીમને પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રી ગુલાબનગર પ્રા. શાળાના આચાર્ય તેમજ સાથી શિક્ષકમિત્રો હકારાત્મક અભિગમ અને કાર્ય કરવાની ધગસના કારણે સાર્થક થયું છે.


