મોરબી : સ્વ. મહાદેવભાઈ બેચારભાઈ ભટાસણાના સ્મરણાર્થે સમ્યક મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકોટ અને વિનય વિદ્યા મંદિરના ઉપક્રમે તા. 29-6-2025ના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન વિનય વિદ્યા મંદિર, પીપળીયા ચાર રસ્તા ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ફ્રીમાં સર્વ રોગના નિદાન, ફ્રીમાં બ્લડ સુગરની તપાસ તથા ફ્રી ECG કરવામાં આવશે. આ કેમ્પમાં પલ્મોનોલોજીસ્ટ ડો. નિરાજ મહેતા, ડો. ધર્મેશ ભટ્ટી, એમ.ડી. ફિઝિશિયન ડો. વિમલ દવે, યુરોલોજીસ્ટ ડો. નરેશ સાપડિયા, ઓર્થોપેડિક સર્જન ડો. જીત ગાંધી, ગાયનેક ડો. સુધીર અમૃતિયા, BSD ડો. સતીષ ભેંસદડીયા, અને આંખને લાગતા નિષ્ણાંત ડો. ઐકય ગઢવી સેવા આપશે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 9327060570 / 9714184264 પર સંપર્ક કરવો.વધુ માહિતી માટે મુકેશ ડોડીયા મો.નં. 9974769747 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
