મોરબી જિલ્લાની ભડિયાદ પ્રાથમિક શાળા ખાતે તા.26 જૂનને ગુરુવારના રોજ ગુજરાત સરકાર યોજિત કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2025 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન બી. ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન ભડિયાદ પ્રાથમિક શાળામાં તમામ બાળકોને દાન પેટે આપેલ યુનિફોર્મના દાતા ડાયાભાઈ આદ્રોજા, સવજીભાઈ અઘારા અને વિશાલભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.



