મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) અન્વયે BLC ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીને કુલ 4 લાખની સહાય મળવાપાત્ર છે.
જે લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સ્થળ પર કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. 28 જૂનના રોજ સવારે 10 થી 5 સુધી મોરબી મહાનગરપાલિકા વેસ્ટ ઝોન ઓફિસ (રેન બસેરા)ખાતે અને 30 જૂનના રોજ સવારે 10 થી 5 સુધી સતવારા સમાજની વાડી, શેરી નંબર 6, વાઘપરા, મોરબી ખાતે યોજાશે. તો આ કેમ્પનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.
