મોરબી : આગામી તારીખ 4 જુલાઈ ને શુક્રવારના રોજ બપોરે 12 કલાકે મોરબી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી છે.
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં માર્ગ અને મકાન (પંચાયત) મોરબીના રોડની બાજુમાં સમાંતર અને ક્રોસિંગથી સિંચાઈ માટેની પાઇપલાઇન નાખવા માટે ભાડા અને ડિપોઝિટ રકમ મુક્ત કરવાની મંજૂરી આપતા ઠરાવને બહાલી આપવામાં આવશે. પંચાયત હસ્તકના શહેરી વિસ્તારમાં આવતા રસ્તાઓ મોરબી મહાનગરપાલિકાને સોંપવાની દરખાસ્ત પણ કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીનું નવું વાહન ખરીદવાના ખર્ચની મંજૂરી બાબતે ચર્ચા થશે. રેતી રોયલ્ટીના રજુ થયેલા કામોની સૈદ્ધાંતિક મંજૂરી તેમજ બહાલીની આપવા બાબતે ચર્ચા થશે. કલ્યાણપર ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા અભિપ્રાય આપવા બાબતે ચર્ચા થશે. આ ઉપરાંત અન્ય બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવશે.
