મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ તારીખ 25 જૂનના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના હસ્તે સફાઈ કર્મચારીને પ્રોત્સાહિત કરવા એપ્રિલ અને મે મહિનાના બેસ્ટ સફાઈ કર્મચારી ઓફ ધી મંથ તરીકે રેખાબેન સુરેશભાઈ મકવાણા તથા કંચનબેન લાલજીભાઈ પરમારને પ્રમાણપત્ર અને રૂપિયા 10,000નો ચેક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

