મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં બેલા ગામની સીમમાં પોલીસે બે અલગ અલગ દરોડા પાડી વિદેશી દારૂના પાઉચ અને એક બોટલ દારૂ સાથે બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામા મોરબી તાલુકા પોલીસે બેલા ગામની સીમમાં મોન્જા સિરામિક નજીકથી આરોપી રાકેશ ભગવાનજીભાઈ કાલરીયા રહે.સોમનાથ સોસાયટી મહેન્દ્રનગર વાળાને વિદેશી દારૂના 180 મીલીના પાઉચ નંગ 22 કિંમત રૂપિયા 1584 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે સીટી એ ડિવિઝન પોલીસે મોરબી શહેરમાં વાંકાનેર દરવાજા પાસેથી આરોપી જાવીદ યુનુસભાઈ ખોખર રહે.સિપાઈ વાસ, માતમ ચોક વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.