સાતમી વખત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં પ્રથમ ક્રમ
તા.25 જૂન 2025ના ગાંધીનગર ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાતના સહયોગથી સંસ્કૃતોત્સવ 2025 યોજાયો હતો.
આ ઉત્સવમાં દર વર્ષે વિવિધ પ્રકારના સાહિત્ય અને સંસ્કૃત ક્ષેત્રે સન્માન આપવામાં આવતા હોય છે ,જેમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા અંતર્ગત સાર્થક વિદ્યામંદિરને સાતમી વખત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો .
સાર્થક વિદ્યા મંદિર તરફથી આ સન્માન લેવા માટે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ, સંસ્કૃતના શિક્ષક મનેષભાઈ બુદ્ધદેવ તેમજ વ્યવસ્થાપન ટીમના મહેશભાઈ અને હરપાલસિંહ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ વિદ્યાર્થી ,વાલીઓ તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

