મોરબો : સંસ્કૃત ભારતી મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લની યાદી દ્વારા જાણવા મળ્યું કે
દર વર્ષે યોજાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમે સાર્થક વિદ્યામંદિર અને તૃતીય ક્રમે સરસ્વતી શિશુ મંદિરને સન્માન પ્રાપ્ત થયું છે.
ઉલ્લેખનીય છે કે સંખ્યાની દ્રષ્ટિએ સમગ્ર પ્રાંતમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમે છે (કુલ 31 કેન્દ્રો માં 6800 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી) સંસ્કૃત ભારતી તેમજ મોરબી માટે આ ગૌરવની ક્ષણો છે.
સંસ્કૃત ભારતી ગુજરાત પ્રદેશ તેમજ સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં
[ ] શ્રી ભાગ્યેશ ઝા
(અધ્યક્ષ, સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર) ,
[ ] ડૉ. શ્રી સુકાંત કુમાર સેનાપતિ
(અધ્યક્ષ શ્રી સૌરાષ્ટ્ર પ્રાંત ,સંસ્કૃત ભારતી . વાઇસ ચાન્સેલર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ)
[ ] શ્રી હિમાંજય પાલીવાલ
(અધ્યક્ષ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગુજરાત)
[ ] શ્રી વલ્લભભાઈ પટેલ (સરદાર)
(વડા, કડી સર્વવિદ્યાલય, કેળવણી મંડળ)
[ ] ડૉ. કૃષ્ણ પ્રસાદ: નિરૌલા
(અધ્યક્ષ શ્રી , ગુજરાત પ્રાંત, સંસ્કૃત ભારતી)
[ ] ડો. જયેન્દ્રસિંહ: જાદવ
(સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર)
વગેરે સંસ્કૃત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
