મોરબી: 23 જૂનના રોજ મોરબી મહાનગરપાલિકાની ઓફિસ દ્વારા ઝોન નંબર 2 ની વિઝીટ કરવામાં આવી હતી. જેમાં SWM શાખાની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું. તથા ડોર ટુ ડોરના વિવિધ વાહનો તથા કલેક્શનની કામગીરી તેમજ લુવાનાપરા, કબીર ટેકરી, રામ ચોક, ગુરુ દત્તાત્રેય મંદિર પાસે તથા આલાપ પાર્ક પાસે આવેલ નાળાની વિઝીટ કરવામાં આવી હતી તથા આ વિસ્તારમાં નાબૂદ થયેલ GVP પોઇન્ટ તરીકે ભવાની ચોક, શુભ ટાવર વગેરે સ્થળોની વિઝીટ કરાઈ હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં 17 જૂનથી 23 જૂન દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતા આસામીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં 18000 રૂપિયા તથા ગંદકી કરતા 43 આસામીઓ પાસેથી 8,450 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 17 જૂનથી 23 જૂન દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આલાપ રોડ, આસ્વાદ પાન, અંબિકાનું નાળું, કુળદેવી પાન પાસે નાળાની સફાઈ કામગીરી કરાઈ હતી.

