મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં અષાઢી બીજ પર્વ ઉજવણીના ભાગરૂપે સવારે ધ્વજારોપણ, બપોર તેમજ સાંજે મહાપ્રસાદ રાત્રે રામદેવપીરના પાટ, તેમજ નામી અનામી કલાકારોનો સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. મહેન્દ્રનગર, મોરબી સહિત બહાર ગામના લોકોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી .તેમ મુકેશ ભગતની યાદી જણાવેલ છે


