વાંકાનેર : વાંકાનેર તાલુકાના છેવાડાના અંતરિયાળ ઠીકરીયાળા ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પ્રાંત અધિકારી સાકરીયા, જીલ્લા પંચાયત સદસ્ય નવઘણભાઈ મેઘાણી, વાંકાનેર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પરેશભાઈ મઢવી, ઠીકરીયાળા ગામનાં સરપંચ હકાભાઈ માંડાણી તેમજ બહોળી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વાંકાનેર શહેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, નગરપાલિકા પ્રમુખ ડિંપલબેન સોલંકી,નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી સોલંકી, વાંકાનેર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પરેશભાઈ મઢવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. તેમજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને તમામ મહાનુભાવો દ્વારા શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તે પ્રસંગે જીતુભાઈ સોમાણી દ્વારા શાળામાં ધોરણ 1 થી 7 માં પ્રથમ ક્રમે આવનાર તેમજ રમતગમત અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતાં.



