મોરબી: ‘શાળા પ્રવેશોત્સવ – 2025 અને કન્યા કેળવણી મહોત્સવ’ના માધ્યમથી રાજ્યભરમાં નાના બાળકોનો શાળામાં પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે, જે અન્વયે ટંકારા તાલુકાના લજાઈ ગામે વિદ્યાર્થીઓને શાળામાં આવકારીને ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી. આ તકે એતોએ છેલ્લા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જનમાનસમાં શિક્ષણની ચેતના જાગૃત કરવાનું સૌથી સફળ માધ્યમ બન્યું હોવાનું જણાવી શાળામાં પ્રવેશ મેળવેલા નવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી.


