મોરબી : મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયા નજીક આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી ગૌ સેવકોએ આઇસર ટ્રકમાં ક્રૂરતા પૂર્વક કતલખાને લઈ જવાઇ રહેલ 15 ભેંસ અને પાડાના જીવ બચાવી અબોલ જીવને મુક્ત કરાવ્યા હતા.સાથે પશુપ્રત્યે ક્રૂરતા આચરનાર શખ્સ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.
મોરબી – કચ્છ હાઇવે ઉપર કચ્છ તરફથી જીજે – 12 – સીટી – 2457 નંબરના આઇસર ટ્રકમાં ઘાસચારાની કોઈ વ્યવસ્થા કર્યા વગર ટૂંકા દોરડા બાંધી 9 ભેંસ તેમજ 6 પાડરડાને ખીચો ખીચ કતલખાને ધકેલવામાં આવી રહ્યા હોવાની માહિતીને પગલે ગૌસેવકોએ પોલીસને સાથે રાખી માળિયાની ઓનેસ્ટ હોટલ નજીકથી આઇસર ટ્રકને ઝડપી લઈ ટ્રક ચાલક ઉમરભાઈ સાલમભાઈ મકવા રહે.અંજાર કચ્છ વાળા વિરુદ્ધ ફરિયાદી નિકુંજ લલિતભાઇ ભૂત રહે.મહેન્દ્રનગર મોરબી વાળાએ પશુપ્રત્યે ક્રૂરતા આચરવા સબબ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે 6 લાખનો ટ્રક કબ્જે કરી 96 હજારની કિંમતના પશુઓને મુક્ત કરાવ્યા હતા.