મોરબી : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2002 થી શરૂ કરેલી પરંપરા એટલે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેમાં સમગ્ર રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ શાળાઓમાં મુખ્યમંત્રીથી માંડી તમામ અધિકારીઓ પદાધિકારીઓ ગામે ગામ જઈ નાના બાલુડાંઓ,ભૂલકાઓને વાજતે ગાજતે શાળામાં પ્રવેશ અપાવે છે,
જેના કારણે એક સમયે શાળા છોડી જનારા શાળાથી વંચિત રહેનારા 25% જેટલા બાળકો હતા આજે એ રેશિયો ઘટીને 2% જ રહ્યો છે સરકારી શાળાઓ સમૃદ્ધ બની છે,સુવિધાયુક્ત બની છે ત્યારે મોરબીની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં બાળકોને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં ધામધૂમપૂર્વક પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં સરકાર, સમાજ શિક્ષકોનો સમનવય થાય તેવો સુંદર કાર્યક્રમ આજ રોજ બહાદુરગઢ પ્રાથમિક શાળાના પ્રાંગણમા રામપર મધુપુર બહાદુરગઢ ત્રણે શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રવેશ પામતા બાળકોને હરખભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં મોરબી સીટી મામલતદાર હસમુખભાઈ મારવાણીયા, ભરતભાઈ મોઢવાડીયા સી.આર.સી.કો.ઓર્ડીનેટર તેમજ અન્ય અધિકારીઓ જોડાયા હતા,સમગ્ર કાર્યકમને સફળ બનાવવા શાળાના આચાર્ય પ્રદિપભાઈ કુહાડીયા તેમજ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

