
મોરબી : મોરબીના રાજેન્દ્રભાઈ ઠાકર તથા ભારતીબેન ઠાકર દ્વારા સ્તુત્ય પહેલ કરવામાં આવી છે. આદી કૈલાશની જાત્રા પુરી કર્યાની ખુશીમાં મોરબીના રીટાયર્ડ એન્જી. રાજેન્દ્રભાઈ ઠાકર પરિવાર દ્વારા મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજાયો હતો.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના રાજેન્દ્રભાઈ એમ. ઠાકર તથા ભારતીબેન ઠાકર દ્વારા સદાવ્રત મા મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. રાજેન્દ્રભાઈ તથા ભારતીબેને આદી કૈલાશ ની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરતા તેની ખુશાલી ની ઉજવણી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી કરી હતી.આ તકે ઠાકર પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. આ તકે મોરબી ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ સફળ જાત્રાની શુભકામના પાઠવી હતી.