કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એટલે બાળકોનો,બાળકો માટેનો, બાળકો દ્વારા ચાલતો કાર્યક્રમ, વર્ષ 2003 થી શરૂ થયેલ આ પરંપરાનો અનુસાર ચાલુ વર્ષે માણેકવાડા પ્રાથમિક શાળામાં પ્રવોશોત્સવનું મનમોહક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 17 બાળકોએ બાલવાટીકામાં પ્રવેશ મેળવ્યો.
આ બધાજ બાળકોને તલાટી મંત્રી શ્રીમતિ નિશાબેન પટેલ તરફથી શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી. આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ અપાયો હતો. હતું.આર્થિક યોગદાન આપનાર દાતાઓને સાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.ધો.3 થી 8 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર ,જ્ઞાન સાધના,જ્ઞાનસેતુ, જવાહર નવોદય વિદ્યાલય તેમજ NMMS પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે શાળાના બાળકો એ ખુબજ આગવી શૈલીમાં પર્યાવરણ સંરક્ષણ વિષય પર મોનિકા ચૌહાણ અને સ્વસ્થ જીવન શૈલી, વ્યસન મુક્તિ અંગે સોહમ સુમરા એ વિચાર રજૂ કર્યા.આ પ્રસંગને દિપાવવા શ્રી મયુરિબેન CDPO, મોરબી શ્રીમતિ વંદનાબેન સોનગરા CRC CO., સરપંચ શ્રી બ્રિજરાજસિંહ જાડેજા શ્રીમતિ,શ્રીમતિ નેહલબેન રામાવત CRC CO. ડો. બોરસણિયા સાહેબ, નિશાબેન પટેલ તલાટી મંત્રી,શ્રી દિલીપભાઈ દેત્રોજા ,SMC સભ્યો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો. કાર્યક્રમના ઉદઘોષક તરીકે ચૌહાણ વંદના અને ચૌહાણ ભાવિક દ્વારા સુંદર રીતે સંચાલન કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય શ્રી જિતેન્દ્રભાઈ ભીમાણી તેમજ તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી


