વાંકાનેર : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત શ્રી ભાટિયા સોસાયટી કુમાર અને કન્યા શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમ ભાટીયા કુમાર પ્રાથમિક શાળામાં યોજાઈ ગયો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા , લાઇસન ઓફિસર મેરૂભાઈ ખાંડેખા, પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા શૈલેષભાઈ ઠક્કર , તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રતિભાઈ અણીયારીયા, તાલુકા ભાજપના મંત્રી પ્રવિણભાઇ પંડ્યા ભાટિયા સોસાયટીના નવનિયુક્ત સરપંચ શ્રીમતી હર્ષાબા મનોહરસિંહ જાડેજા, ગ્રામ પંચાયતના સદસ્યો તથા અન્ય ગ્રામજનો બંને શાળાના આચાર્ય , એસએમસી સમિતિના સભ્યો સ્ટાફગણ વગેરેની ઉપસ્થિતિમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક યોજાઈ ગયો. શાળા પ્રવેશ માટે થનગનતા અને બાલવાટિકા તેમજ ધોરણ એક માં પ્રવેશ મેળવવા આતુર એવા 31 ભૂલકાઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ ભાટીયા ગામની ત્રણેય આંગણવાડીના અંદાજે 25 જેવા નાના નાના ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે પાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ પોતાના ઉદબોધનમાં સરકારી શાળામાં વધુને વધુ બાળકો પ્રવેશ મેળવે તે બાબતે ગ્રામજનોને ખાસ અનુરોધ કર્યો હતો. આજના કાર્યક્રમમાં દાતા પ્રવીણભાઈ પંડ્યા દ્વારા પ્રવેશ મેળવતા તમામ બાળકોને મીઠાઈ સાથે લંચબોક્સ આપવામાં આવ્યા હતા. અન્ય દાતાઓએ રોકડ પુરસ્કાર આપી ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા. શાળા તરફથી બધા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી. સ્પર્ધાત્મક પરીક્ષામાં પુત્રીના થઈ મેરીટમાં સ્થાન મેળવતા વિદ્યાર્થીઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં બંને શાળાના આચાર્ય મનસુખભાઈ વસિયાણી અને અતુલભાઇ બુદ્ધદેવ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી.


