મોરબી : મોરબીમાં અષાઢી બીજના દિવસે મચ્છુ માતાની ભવ્ય રથયાત્રા નીકળી હતી. જો કે આ રથયાત્રા દરમિયાન એક બાળક ગુમ થઈ જતાં ટ્રાફિક પોલીસે બાળકના વાલીને શોધીને તેનો વાલી સાથે મિલાપ કરાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે રથયાત્રા દરમિયાન નગર દરવાજા પાસેથી શ્લોક સંજયભાઈ ભરવાડ નામનો બાળક મળી આવ્યો હતો. ભારે ભીડ હોવાથી તે તેના વાલીથી છુટો પડી ગયો હતો. જેથી ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાન ફારૂકભાઈએ બાળકને પુછતાં તે રણછોડનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. જેથી ફારૂકભાઈએ તેના વાલીની શોધખોળ કરી હતી અને બાળકને સહી સલામત રીતે તેની માતાને સોંપ્યો હતો. જેથી વાલીએ પણ ટ્રાફિક પોલીસ જવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
