મોરબી : આજ રોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ રાણાના જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમમાં વડીલોને આઈસક્રીમ આપવામાં આવ્યો અને યમુનાનગર આંગણ વાડીમાં નાના બાળકોને શૈક્ષણિક કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. મિશન નવભારતના દરેક કાર્યકર્તા કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે, એ જ રીતે દિવ્યરાજસિંહે પણ પોતાના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી આજની યુવા પેઢી માટે સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


