Sunday, August 10, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમીઠા ઉદ્યોગના વિકાસ અને નવલખી બંદરે આધુનિક સુવિધાઓમાં વધારો કરો : દિલુભા...

મીઠા ઉદ્યોગના વિકાસ અને નવલખી બંદરે આધુનિક સુવિધાઓમાં વધારો કરો : દિલુભા જાડેજા

મરીન સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ દિલુંભા જાડેજા દ્વારા રાજ્યસભાના સાંસદ કેશરીદેવ સિંહને વિગતવાર આવેદન અપાયું

મોરબી :દેશના કુલ મીઠાના ઉત્પાદનના ૮૦ ટકા મીઠાનુ ઉત્પાદન ગુજરાત રાજય માં થાય છે અને રાજયનો મુખ્ય ઉદ્યોગ છે. વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેતો મીઠા ઉધોગનો વિકાસ થશે અને તેમા કામ કરતા અગરીયા ઓની સુવિધામા વધારો થશે.જયદીપ એસોસિએશન પ્રા. લી. ના દિલુંભા જાડેજાએ મીઠા ઉદ્યોગના વિકાસ અને નવલખી બંદરે આધુનિક સુવિધાઓમાં વધારો કરવાની માંગ સાથે રાજ્યસભાના સાંસદ કેશરીદેવ સિંહને વિગતવાર આવેદન આપ્યું હતું.

મીઠા ઉધોગ માં કામ કરતા અગરીયાઓ માટે વર્ષોથી પીવાના પાણીની મુશ્કેલી છે જેને કાયમી ધોરણે નીકાલ માટે માળીયા મી તાલુકામાં રણ વિસ્તારમા પીવાના પાણી ની લાઈન નાખી પીવા નું પાણી મળી રહે તેવુ આયોજન કરવામા આવે. મીઠાના એકમોમાં આવવા જવા માટે સ્ટેટ હાઈવેથી ગામડાને જોડતા રસ્તાઓ નેશનલ હાઈવે થી જોડતા પાકા રસ્તાઓ બનાવવા જોઈએ.

માળીયા (મી) ના રણ વિસ્તારમા જેવા કે, લવણપુર, વર્ષામેડી, બોડકી, બગસરા, જાજાસર, હરીપર વિગેરે ગામોને નેશનલ હાઈવે સાથે જોડતા રસ્તાઓનુ નિર્માણ કરવું જોઈએ તેમજ આ વિસ્તારમાં સાયકલોનથી બચાવ કરવા માટે આ વિસ્તાર માં સાયકલોન સ્લેટર બનાવવા જોઈએ.

મોરબી જીલ્લાનાં માળીયા(મી) તાલુકામાં ઉત્પાદીત થતા મીઠાનાં નીકાસ માટે ડેલીગેટ જેટી બનાવવી જોઈએ. મીઠાઉત્પાદીત વિસ્તારથી હરીપર, જાજાસર, દેવગઢ, હળવદ તાલુકાનાં રણ વિસ્તાર તથા સુરજબારી વિસ્તાર નવલખી બંદરથી ખુબજ દુર થતુ હોય.જેથી મીઠાનાં પરીવહનામાં ખુબજ મોટો ખર્ચ થતો હોય. તથા નવલખી બંદરે કોલ આયાત થતો હોવાથી મીઠામાં કોલસાનું ડસ્ટીંગ થવાથી ત્યા મીઠાનું નિકાસ શક્ય નથી. માટે માળીયા તાલુકાનાં બગસરા વિસ્તારમાં એટલે કે હડકીયા ક્રિકમાં જેટી બનાવવી જોઈએ. જેથી બધાજ મીઠાઉત્પાદકોને લાભદાયી થશે. અને મીઠાનાં પરીવહન ખર્ચ ન્યુતમ થઈ શકે. જેથી બગસરા વિસ્તારમાં મીઠાનાં નિકાસ માટે અગાઉ મંજુર થયેલ તે જગ્યાએ જેટી બનાવવાની માંગ કરી છે.

વિશેષેમાં જણાવવાનુ કે મોરબી જીલ્લાના એક માત્ર ALL WEATHER નવલખી બંદર આવેલ છે તેમજ આ બંદરને લાગુ પડતા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ વિગેરે જીલ્લાઓ ઉધોગ /વેપાર ધંધાઓ ના હબ છે. નવલખી બંદરેથી આયાત-નિકાસ થતો કારગો ભારતના અન્ય રાજય જેવાકે રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, પંજાબ અને ઉતર પ્રદેશ તેમજ અન્ય નજીક ના રાજયો ને લોજીસ્ટીક કોસ્ટ માં ફાયદા કારક હોય તો નવલખી બંદરના વિકાસ કરવા માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવી અનિવાર્ય છે.

હાલે નવલખી બંદર ઉપર નવી જેટી બનાવેલ છે તે જેટી એ અને નવલખી ચેનલ (ડ્રીક) માં ડ્રેજીજીંગની જરૂીરીયાત છે જો ત્યા ડ્રેજીજીંગ કરવામાં આવેતો જેટી પર થી કન્ટેનર બાર્જીસ /કાર્ગો બાર્જીસ નુ લોડીંગ અન લોડીંગ થઈ શકે તેમાટે જેટી તેમજ ચેનલ (દ્વીક) માં ડ્રેજીંગ કરવુ અનિવાર્ય છે.

કંડલા બંદરે વર્ષોથી જે ડ્રેજીજીંગ કરવામાં આવે છે જે ડ્રેજીજીંગ નો કાદવ તેમજ કાંપ ભરતી ઓટ સમયે નવલખી નવલખી બંદર ઉપર આવેછે અને નવલખી બંદરે દરિયાઈ પાણી ની ઉડાંઈ ઓછી થતી જાય છે જેને લીધે ચેનલો (દ્વીકો) માં પુરાણ થતુ જાય છે જેના હીસાબે શીપો હાલે ૯ થી ૧૧ મીટરના ડ્રાફટ મા નવલખી ઈનર વર્કીંગ એન્કરેજ માં આવે છે જયારે અગાઉ તેજ શીપો ૧૨ થી ૧૪ મીટરના ડ્રફટમાં આવતી હતી. તેમજ હાલે ચેનલો ના પુરાણ ના હીસાબે લો ટાઈડ માં બાર્જીસ ગ્રાઉન્ડ થઈ જાય છે જેના હીસાબે ૨૪ કલાક બાજીસ ની મુવમેન્ટ થતી નથી. જો કંડલા પોર્ટ ના ડ્રેજીંગ નો કાદવ કાંપ નવલખી બંદર ઉપર જે આવેછે તે જો બંધ કરવામાં નહીં આવેતો આવતા ભવિષ્યમાં નવલખી બંદર બંધ થવાની શયતા છે માટે કંડલા પોર્ટ ડ્રેજીજીંગ નો કાપ નવલખી બંદર ઉપર ન આવે તે માટે યોગ્ય કરવાની ખાસ જરૂરી છે.

નવલખી બંદર ઉપર હાલે કોલ હેન્ડલીંગ થાયછે તે ઉપરાંત અન્ય કારગો જેવોકે ફર્ટીલાઈજર, સોલ્ટ, ફૂડ ગ્રેઈન, બોકસાઈડ, કલીન્કર, ઈન્ડસ્ટ્રીયલ જીપ્સમ, તંદઉપરાંત સીરામીક અને અન્ય પ્રોડકટસ માટે પોર્ટ માંજ અલગથી સ્ટોરેજ માટે હયાત સ્ટોરેજ છે તેમાંથીજ સ્ટોરેજ માટે અલગ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ જેથી વ્હાઈટ તેમજ અન્ય કાર્ગો ની આયાત નીકાસ થઈ શકે.

મોરબી સીરામીક, પેપરમીલ, સેનેટરી વેર્સ, ધડીયાલ, પોલીપેક, સોલ્ટ, ઓટોમોબાઈલ્સ (રાજકોટ) ટેક્ષટાઈલ/કોટન, વિગેરે ઉદ્યોગોને, ગ્લોબલ માર્કેટ માં ટકી રહેવા માટે નવલખી બંદરે ઓછા માં ઓછા ૧૨ મીટરના ઉડા દરીયાઈ પાણી મળી રહેતા હોય તે જગ્યાએ જેટી નું નિર્માણ કરવું જોઈએ અને કન્ટેનર લોડીંગ અને લોડીંગ ની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ, જેથી હાલે મોરબી થી સીરામીક વિગેરે તેમજ રાજકોટ થી ઓટોમોબાઈલ્સ તેમજ અન્ય ના કન્ટેનરો હાલે કંડલા અને મુન્દ્રા પોર્ટ થી આયાત નીકાસ થાય છે તેના બદલે નવલખી થી થાય તો ઉધોગકારોને લોજીસ્ટીક ચાર્જીસમાં ઘટાડો થાય અને ગ્લોબલ માર્કેટમાં ટકી રહે અને ઉધોગ ધંધાનો વિકાસ થાય.

નવલખી બંદર ઉપર હાલે પ્રાઈવેટ જેટી ના વ્હારફેજ ચાર્જ પોર્ટ (જી એમ બી) ની જેટી કરતા ૮૦ ટકા વ્હારહેજ ચાર્જ વધારે વસુલ કરવામા આવે છે. કારણ કે પ્રાઈવેટ જેટી ના સ્ટેક હોલ્ડરના અગ્રીમેન્ટ મા દર ૩ વર્ષે ૨૦ ટકા નો વધારો કરવામા આવે છે. તે બંધ કરવો જોઈએ. અને જી.એમ.બી. જેટી ઉપર લાગુ પડતુ બારહેજ ચાર્જ અને પ્રાઈવેટ જેટી ના વ્હારહેજ ચાર્જીસ સરખા કરવામાં આવેતો નવલખી પોર્ટ ઉપર આયાત નિકાશ મા વધારો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments