મોરબી: કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ઓપન કચ્છ ડે-નાઇટ “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3″ માં 581 ટીમ, 7500+ પ્લેયર્સ, 550+ મેચ અને 97 દિવસ સુધી સતત ચાલનારી સૌથી લાંબી ઓપન ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને ‘વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં’ સ્થાન મળ્યું છે. વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના મિલનભાઈ સોની અને દેવયાનીબેન સોનીનો સાસંદ વિનોદભાઈ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો. તથા “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૩” માં ભાગ લેનાર સૌ ખેલાડીઓ તથા આ ટુર્નામેન્ટને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયામાં સ્થાન અપાવનાર સૌ સહયોગી મિત્રોનો સાસંદ વિનોદભાઈ ચાવડાએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
