વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી રાજકોટના લોધિકા તાલુકાના મોટા વડા ગામે રહેતા પિતા પુત્રને વિદેશી દારૂની નાની મોટી 69 બોટલ સાથે ઝડપી લઈ બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તીથવા ગામે કુબા વિસ્તારમાં જવાના રસ્તેથી મૂળ તિથવા ગામના રહેવાસી આરોપી નિમેષ ભરતભાઇ વિરસોડિયા ઉ.19 અને આરોપી ભરતભાઇ રામજીભાઈ વિરસોડિયા ઉ.42 હાલ રહે. મોટા વડા, તા.લોધિકા જી.રાજકોટ નામના આરોપીઓને જીજે – 36 – એજી – 1254 નંબરના બાઇકમાં વિદેશી દારૂની નાની મોટી કુલ 69 બોટલ સાથે ઝડપી લઈ 40 હજારના બાઈક સહિત કુલ રૂપિયા 69,016ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.