મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ પણ અસલામત હોય એમ ત્યાંથી પણ બાઈકની ઉઠાંતરી થયાનો બનાવ સામે આવ્યો છે. મોરબી શહેરની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી પંચાસર રોડ ઉપર રાજનગરમાં રહેતા કર્મકાંડી ભુદેવ મનીષભાઈ પ્રહલાદભાઈ ભટ્ટની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા વાહન ચોરીના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.