મોરબી : કોંગ્રેસ નેતા અને આહીર સમાજના ભામાશા હીરાભાઈ જોટવાની મનરેગા કૌભાંડ મામલે ધરપકડ થઈ છે ત્યારે હીરાભાઈ જોટવાની સમર્થનમાં સમસ્ત આહીર સમાજ આગળ આવ્યો છે અને હીરાભાઈ જોટવાની ધરપકડના મુદ્દે આહીર સમાજના સ્વાભિમાન માટે સામૂહિક રીતે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે સમસ્ત આહીર સમાજ તથા આહીર સેના મોરબી જિલ્લા દ્વારા 2 જુલાઈ ને બુધવારના રોજ બપોરે 2-30 કલાકે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવશે.
