મોરબી : મોરબી કચ્છ નેશનલ હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટિયા પાસેથી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે રાજસ્થાની ટ્રક ચાલકને વિદેશી દારૂ – બિયરના જથ્થાની હેરફેર કરતા ઝડપી લઈ 1.14 લાખના શરાબ સહિત કુલ રૂપિયા 11.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી તાલુકા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મોરબી કચ્છ હાઇવે ઉપર વિદેશી દારૂ ભરેલ ટ્રક પસાર થનાર હોવાની બાતમીને આધારે વોચ ગોઠવી નાગડાવાસ ગામના પાટિયા પાસેથી પસાર થતા આરજે – 52 – જીએ – 9354 નંબરના ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રક ચાલક આરોપી સાજનસિંગ ઉર્ફે કાળુસિંગ રોડાસિંગ કાઠાત ઉ.30, રહે.માલપુર, બ્યાવર, રાજસ્થાન વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 48 બોટલ તેમજ બિયરના 144 ટીન કિંમત રૂપિયા 1,14,720 મળી આવતા પોલીસે 10 લાખની કિંમતનો ટ્રક તેમજ 10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,24,720નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.