Monday, July 21, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ભારત કો જાનો સ્પર્ધાનું આયોજન

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ભારત કો જાનો સ્પર્ધાનું આયોજન

મોરબી : ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા દર વર્ષે “ભારત કો જાનો” કસોટીનું આયોજન કરવામાં આવે છે. બાળકોમાં ભારતીય મૂલ્યો અને આદર્શો સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે યોજાતી આ કસોટીનું આયોજન આ વર્ષે પણ ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા કરવામાં આવ્યું છે. આ કસોટીમાં ભાગ લેવા સૌને આહવાન કરાયું છે.

ભારત કો જાનો સ્પર્ધા ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 12 એમ બે વિભાગમાં લેવામાં આવશે. ભાગ લેનારા બાળકોને “ભારત કો જાનો” બૂક 25₹ ના ટોકન ફીથી આપવામાં આવશે. જેમાંથી બાળકો લેખિત પરીક્ષા માટે તૈયારી કરી શકે છે. આ બુકમાંથી શાળા લેવલે લેખિત પરીક્ષા યોજવામાં આવે છે જેમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર બાળકોની મોરબી શાખા કક્ષાએ અન્ય શાળાઓનાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ બાળકો સાથે મૌખિક કસોટી (ક્વિઝ) યોજવામાં આવશે.

કોઈપણ શાળામાંથી આ પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓની યાદી તથા સંખ્યા વહેલી તકે જણાવવા સંયોજકનો સંપર્ક કરવા જણાવાયું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ મૌખિક કસોટીમાં વિજેતા થનારને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે અને એ ટીમ આગળ પ્રાંત સ્તરે સ્વખર્ચે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. લેખિત સ્પર્ધા શાળામાં ઓગસ્ટ મહિનાનાં પહેલા સપ્તાહમાં લેવામાં આવશે તથા મૌખિક કસોટી (ક્વિઝ)નું આયોજન ઓગસ્ટ મહિનાનાં છેલ્લા સપ્તાહમાં કરવામાં આવશે. ફાઈનલ તારીખ અને સમયની જાણ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓની યાદી તથા સંખ્યા જણાવવા માટે હરદેવભાઈ ડાંગર(સહસંયોજક) મો. 97273 67555, ચેતનભાઈ સાણંદિયા(સહસંયોજક) મો. 99740 35174, રાવતભાઈ કાનગડ(સંયોજક) મો. 99243 69094નો સંપર્ક કરવા હિરેનભાઈ ધોરિયાણી (કોષાધ્યક્ષ), ધ્રુમિલભાઈ આડેસરા (સચિવ), હિંમતભાઈ મારવણિયા (અધ્યક્ષ) દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments