મોરબી : આજ રોજ અમદાવાદની હોટલ નોવેટલ ખાતે ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશનની સામાન્ય સભા અને આગામી ચાર વર્ષના હોદ્દેદારોની વરણી થઈ છે.
.
પ્રેસિડેન્ટ તરીકે ફરી એકવાર નવી ટર્મમાં સંસદસભ્ય પરિમલભાઈ નથવાણી અને સેક્રેટરી તરીકે મૂળરાજસિંહ ચુડાસમાની, સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત ફુટબોલએ રાષ્ટ્ર ક્ષેત્રે છલાંગ લગાવી છે. અને આવનારા દાયકામાં ગુજરાત જરૂર ભારતમાં અગ્રેસર બની રહે એવું જણાય છે.
.
આ તકે આશરે પંદર જેટલા 2025ના એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવેલ હતા. જામનગરના લેડી કોચ ફેલસીના મીરાંડાને બેસ્ટ વિમેન કોચ ઓફ ગુજરાત તરીકે એવોર્ડ મળ્યો છે, તથા મોરબીના સેક્રેટરી જીતુભાઈ રબારીને ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશનની મીડિયા કમિટીમાં નિમણૂક કરાઈ તેમજ મોરબી કોચ મુસ્તાકભાઈ સુમરાને ગ્રાસ રૂટ પ્રોગ્રેશ કમિટીમાં નિમણૂક કરાય છે.


