મોરબી : મોરબી મહાનગરપાલિકાએ મોટી માધાણી શેરીમાં આવેલું અંદાજે 100 વર્ષ જૂનું જર્જરીત હાલતમાં રહેલું મકાન આજે તોડી પાડ્યું છે. જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે
મોરબીની મોટી માધાણી શેરીમાં આવેલું દીપિકાબેન પ્રભુદાસ શાહની માલિકીનું મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતું. અને ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હતું. જેના કારણે શેરીમાં રહેતા લોકોને ત્યાંથી પસાર થતાં પણ ભય લાગી રહ્યો હતો. આ અંગે સોસાયટીના રહીશોએ આ જર્જરીત મકાન તોડી પાડવા ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં મોરબી નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાએ ગત તારીખ 16 એપ્રિલ 2025ના રોજ મકાન માલિકને આખરી નોટિસ પાઠવીને ત્રણ દિવસમાં આ બિલ્ડીંગ પાડી નાખવા સૂચના આપી હતી. અંતે આજરોજ મહાનગરપાલિકાએ આ જર્જરિત મકાન કોઈ દુર્ઘટના સર્જે તે પૂર્વે રહીશોની રજુઆત ધ્યાને લઈ તોડી નાખ્યું છે.

