Monday, July 21, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના નારણકા ગામે વાડીએ ધમધમતુ જુગારધામ ઝડપાયું, 2 ઝડપાયા, 4 ફરાર

મોરબીના નારણકા ગામે વાડીએ ધમધમતુ જુગારધામ ઝડપાયું, 2 ઝડપાયા, 4 ફરાર

મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામની સીમમાં વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન બે આરોપી ઝડપાઇ ગયા હતા જ્યારે ચાર આરોપીઓ નાસી ગયા હતા.

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે, નારણકા ગામની સીમમાં ખેવારિયા ગામ તરફ જવાના રસ્તે આરોપી મહેશગર રેવાગર ગોસાઈ બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. આ બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી મહેશગર રેવાગર ગોસાઈ અને આરોપી દિનેશ શાંતિલાલ વિલપરા નામના બે આરોપીઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જો કે, દરોડા દરમિયાન પોલીસને જોઈ જતા આરોપી દેવાયત આહીર, કરમશી ઉર્ફે કાળુભાઇ ઓડિયા, અરવિંદભાઈ ગઢિયા અને આરોપી મુકેશ પટેલ ઉભા ખેતરે મુઠી વાળી નાસી ગયા હોય પોલીસે ચારેય આરોપીઓને ફરાર દર્શાવી જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 30,400 કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments