મોરબી : મોરબીમાં ત્રણેક દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યાની વચ્ચે હવે અષાઢી માહોલ બરાબરનો જામ્યો છે. જો કે મોરબીમાં આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો હતો. ક્યારેક ભારે વરસાદી ઝાપટાં પણ પડ્યા હતા. આ લખાઈ છે ત્યારે પણ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. સતત વરસાદથી માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા હતા. અને ઠેરઠેર પાણી ભરાતા તો ક્યાંક ગારા કીચડ થવાથી લોકોને હાલાકી પડી હોવાની ફરિયાદ સામે આવી હતી.
