ટંકારામાં એનડીપીએસ રેડમાં પોલીસે એક ઈસમને મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને અન્ય બે ઇસમોના નામો ખુલ્યા હતા અને છ માસથી ફરાર આરોપીને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમે ગત તા. ૧૪-૧૨-૨૦૨૪ ના રોજ ટંકારા શાક માર્કેટમાંથી આરોપી હુશેન ઉર્ફે સબલો સલીમ સોલંકીને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો વજન ૧.૪૩૫ કિલો અને રોકડ રકમ અને મોબાઈલ સહીત કુલ રૂ ૪૬,૮૫૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જે ગુનામાં સહ આરોપી તરીકે નિજામ ઈબ્રાહીમ આમરોણીયા રહે ટંકારા વાળાની ધરપકડ કરવામાં આવી હતી તેમજ આરોપી નિજામને ગાંજાનો જથ્થો આપનાર આરોપી સંતોષ ઉર્ફે લાલો મોતીભાઈ દઢાણીયા રહે હાલ ગાંધીધામ મૂળ રહે દાદર ગામ પાટણ જીલ્લા વાળાનું નામ ખુલ્યું હતું
જે આરોપી છ માસથી ફરાર હતો અને આરોપી હાલ કચ્છ આદિપુર ખાતે હોવાની બાતમી મળતા ટંકારા પોલીસે આદિપુરથી આરોપી સંતોષ ઉર્ફે લાલો મોતીભાઈ દઢાણીયાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
