મોરબી : આજરોજ બંધુનગર પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ધોરણ ૫ ના બાળકોને ધનુર (ટીટનેસ) અને ડિપ્થેરિયાવિરોધી રસીકરણ કરવામાં આવ્યું.
સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજના અને કામગીરી ખૂબ સરાહનીય છે, દરેક લાગુ પડતા વાલીઓ અચૂક લાભ લેશો એવી વિનંતી સાથે અનુરોધ શાળાના આચાર્ય અમૂલભાઈ જોષીએ કર્યો હતો. આ તકે આરોગ્ય વિભાગમાંથી પિયુષભાઈ મકવાણા તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

