ટંકારા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હિતમાં અનેક ગ્રામ પંચાયતથી માંડીને લોકસભાની યોજાતો અનેક ચૂંટણીમાં સમય, શક્તિ અને નાણાં વેડફાતા હોવાથી એક રાષ્ટ્ એક ચૂંટણીની પહેલનો પ્રસ્તાવ મુક્યો છે. આથી વિકસિત ભારતના નિર્માણ માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલને પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસોના ભાગરૂપે 66 ટંકારા પડધરી વિધાનસભા ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની આગેવાનીમાં લોક જાગૃતિના હેતુથી પ્રબુદ્ધ નાગરિક સંમેલનના કાર્યક્રમનું તા.6 જુલાઈ 2025ના રોજ સમય સવારે 9 કલાકે શ્રી કુટીર આશોપાલવ સોસાયટી લતીપર રોડ , ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે.
