મોરબી તાલુકાના બેલા નજીક આવેલ સેલ્ફી સિરામિક ફેકટરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ પંજાબ ગુરુદાસપુરના વતની વિક્રમસિંગ ઉર્ફે શાહબાજસિંગ બલવીરસિંગ કલ્ફી ઉ.35 નામનો યુવાન ગઈકાલે બપોરે પોતાના રૂમ ઉપર સુતા બાદ ઉઠાડવા છતાં નહિ ઉઠતા કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.