મોરબી શહેરમાં પુરુષોની સાથે સાથે મહિલાઓએ પણ વિદેશી દારૂના વેચાણમાં હાથ અજમાવ્યો છે. મોરબી સીટી બી ડિવિઝન અને તાલુકા પોલીસે પાડેલા વિદેશી દારૂના ત્રણ અલગ અલગ દરોડામાં બે મહિલા સહિત ત્રણ આરોપીઓ વિદેશી દારૂ સાથે ઝડપાઇ ગયા હતા.
પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે પીપળી ગામે શિવપાર્ક સોસાયટી 2મા રહેણાંકમાં દરોડો પાડી આરોપી ભારતીબેન અમિતભાઇ ગોહિલ નામની મહિલાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 44 બોટલ કિંમત રૂપિયા 49,400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ભક્તિનગર સોસાયટીના નાકા નજીક આવેલ ઇન્દિરાનગરમાં દરોડો પાડી કવિતા ઉર્ફે કૈલાશબેન કિરણભાઈ ચાવડા ઉ.30 નામની મહિલાને સિગ્નેચર બ્રાન્ડ વિદેશી દારૂની 180 મીલી માપની 7 બોટલ કિંમત રૂપિયા 3612 સાથે ઝડપી લીધી હતી. આ ઉપરાંત ત્રીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે ઇન્દિરાનગરમાંથી આરોપી મનસુખ હનાભાઈ ચાવડા ઉ.25નામના શખ્સને વિદેશી દારૂની 12 બોટપ કિંમત રૂપિયા 16,800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.