મોરબી : મોરબીમાં હાલ વરસાદી વાતાવરણ હોવાથી પીજીવીસીએલના વીજ પોલ, લબડતા વીજ વાયરો અને ટીસી તેમજ ખુલી ફ્યુઝની પેટી જોખમી બની ગઈ છે.ત્યારે મોરબીના પીપળી ગામે શાંતિનગર વિસ્તારમાં ટીસીમાં શોર્ટ આવતા એક ખુટિયાનું મોત થયું છે. રસ્તાની બાજુમાં જ ટીસીનો પોલ છે અહીં કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.
