મોરબી : ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજા ઉપર થયેલી ખોટી કાર્યવાહીનો ક્ષત્રિય સમાજે સખત વિરોધ કર્યો છે અને સરકાર તેમની ઉપરની આ પાસાની કાર્યવાહી રદ કરે નહિતર પરિણામ ભોગવવા તૈયાર રહે તેવું કરણી સેનાએ જણાવ્યું છે.
ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજા ઉપર કિન્નાખોરી રાખી યેનકેન પ્રકારે સામાન્ય બાબતમાં જે ખોટા કેસ ઊભા કરી જે રીઢા ગુન્હેગાર હોય એમ એમની ઉપર પાસા જેવી કાર્યવાહી કરી છે તે માત્રને માત્ર જે ભૂતકાળમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન કર્યું હતું તેનો બદલો લેવા માટે કાર્યવાહી કરી હોય તેવુ સાબિત થાય છે. પરંતુ સરકાર જો આ રીતે ક્ષત્રિય સમાજના આગેવાન અને સમાજને બાનમાં લેવાનો પ્રયત્ન કરશે તો એ અમે ક્યારે પણ સહન નહીં કરીએ . આજે આ કાર્યવાહી પી ટી જાડેજા બાપૂ ઉપર કરી છે કાલે કોઈ બીજા આગેવાન ઉપર થશે જે અમે સહન નહીં કરીએ. પી.ટી.જાડેજા બાપુ એકલાં નથી આખો સમાજ તેમની સાથે છે એટલે હજુ પણ સમય છે સરકાર આ પાસાની કાર્યવાહી રદ કરે નહિતર પરિણામ ભોગવવા તૈયાર રહે. તેમ કરણી સેના ટીમ મોરબી જયદેવસિંહ જાડેજા (જિલ્લા પ્રમુખ), રવિરાજસિંહ જાડેજા, (તાલુકા પ્રમુખ), અશોકસિંહ ચુડાસમા,(શહેર પ્રમુખ)એ જણાવ્યું છે.
