મોરબી : મોરબી એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસે એક ટ્રકમાં કોલ્ડડ્રિન્કસની બોટલોની આડમાં છુંપાવીને લઈ જવાતા રૂ.61 લાખનો દારૂ-બિયરનો જથ્થા સાથે બે શખ્સોને પકડી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક બંધ બોડીનો ટ્રક નંબર- UP 21 BN 8121 રાજકોટ તરફ નીકળવાનો છે. જે ટ્રકમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. આ બાતમીના આધારે એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ ગોઠવી હતી. આ ટ્રક ત્યાંથી નીકળતા તેને અટકાવી ચેક કરતા તેમાંથી કોલ્ડડ્રિન્ક્સની બોટલોની આડમાં છુપાવેલ અંગ્રેજી દારૂ બોટલ નંગ 4896 કિમત રૂ.40,40,400 અને બિયર ટીન નંગ 11,436 કિંમત રૂ.20,60,640 મળી કુલ કિંમત રૂ.61,01,040 નો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ટ્રક સહિતનો રૂ.88,11,040નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

એલસીબી ટીમે નૌસાદ આબીદભાઇ તુર્ક ઉ.વ.૫૦ રહે. હિસામપુર, ઉતરપ્રદેશ અને કુંવરપાલ મહેશ યાદવ ઉ.વ.૩૪ રહે. નગલા નસ્સુ, ઉતર પ્રદેશવાળાની ધરપકડ કરી છે. જ્યારે માલ મોકલનાર ભાઈજાન નામનો શખ્સ અને માલ મંગાવનાર શખ્સની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એ.પી.પંડ્યા, પીઆઇ વી.એન. પરમાર, પીએસ આઈ જે.પી.કણસાગરા તથા એલસીબી/પેરોલ ફર્લો સ્કોડનો સ્ટાફ રોકાયેલ હતો.

