મોરબી : રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના જનસંપર્ક કાર્યાલયનો આજરોજ મોરબી શહેરમાં શુભારંભ કરવામાં આવ્યો છે. મોરબી કલેકટર કચેરીના પહેલા માળ પર રૂમ નંબર 104 માં કેસરીદેવસિંહ ઝાલાના જનસંપર્ક કાર્યાલયનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મોરબી શહેર અને જિલ્લા કક્ષાના સુખાકારીના અને જનકલ્યાણના મુદ્દાઓને વાચા આપવા માટે આ જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દર સોમવારે હું પોતે આ કાર્યાલય ખાતે લોકોને મળીશ અને તેમના જે કંઈ પ્રશ્નો હશે તેને સાંભળીને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરીશ .રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિહ ઝાલાએ જણાવ્યું હતું કે, મોરબી શહેર અને જિલ્લા કક્ષાના સુખાકારીના અને જનકલ્યાણના મુદ્દાઓને વાચા આપવા માટે આ જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દર સોમવારે હું પોતે આ કાર્યાલય ખાતે લોકોને મળીશ અને તેમના જે કંઈ પ્રશ્નો હશે તેને સાંભળીને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરીશ.
