Saturday, July 5, 2025
No menu items!
Google search engine
HomeNewsરાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાએ વાંકાનેર એસ.ટી.ડેપોની મુલાકાત લઈ જરૂરી સૂચના આપી

રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાએ વાંકાનેર એસ.ટી.ડેપોની મુલાકાત લઈ જરૂરી સૂચના આપી

વાંકાનેર : આજ રોજ રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં એસ. ટી. રાજકોટ વિભાગના વિભાગીય નિયામક કળોતરા સાથે ટેલિફોનિક વાત કરી કર્મચારીઓ માટે તેમજ ડેપો માટેની અન્ય કોઈ સુવિધા માટે કોઈ તકલીફ કે વધારાની જરૂરિયાત બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા અને વાંકાનેર ડેપો મેનેજર હિરેનભાઈ પરમાર હાજર રહી તેમનું અભિવાદન સાથે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ડેપોના કર્મચારીઓને લગતા કોઈ પ્રશ્નનો કે ડેપો ખાતે આગામી જરૂરિયાત બાબતે જે કઈ પણ તકલીફ વાળી જરૂરિયાત હોય તે ચર્ચા કરી હતી. જેમાં ખાસ વાંકાનેર એસ. ટી. ડેપોમાં ATS કંપની દ્વારા ઓટોમેટિક બસની સફાઈ માટે મુકવામાં આવેલ મશીનનું નિરીક્ષણ કરી સારૂ કાર્ય જોઈને મુસાફર જનતા માટે સ્વચ્છતા જળવાઈ રહે તે સંદેશથી ખુશ થઈ વાંકાનેર ડેપોના કર્મચારીઓની ટીમના દરેક કાર્યોને બિરદાવ્યા હતા. તેમજ રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા અને વાંકાનેર ડેપો મેનેજર પરમાર સાહેબ સાથે સાંસદ દ્વારા આખા ડેપોમાં મુલાકાત લઈને સરકાર દ્વારા સ્વચ્છતા માટેના પ્રયત્નનું વાંકાનેર ડેપો ખાતે ખુબ સારૂ પાલન થતું હોય જે કર્યોની પ્રસંશા કરી હતી.

વાંકાનેર ડેપો મેનેજર અને એસ.ટી. કર્મચારીઓને ખાસ સાંસદ દ્વારા આગવા અંદાજમાં સહજ ભાવે કહેવામાં આવ્યું કે, જયુભા વય મર્યાદાના કારણે નિવૃત થાય પણ જેમ રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપો પ્રત્યે વફાદારી સાથે અને નિગમ તેમજ કર્મચારીઓ અને મુસાફરો માટે જે જેહમત મહેનત પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા સારા કાર્યો કરવામાં આવ્યા છે તે ભાવના, લાગણીઓ તેમાંથી શીખી લેજો અને બધા કર્મચારીઓ એક પરીવાર તરીકે કાર્યો કરજો જેમાં કઈ પણ મદદની જરૂર હોય તો હું સહકાર આપવા સાથે છું તેવું લાગણીઓ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments