Saturday, July 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી મહાપાલિકામાં કરાર આધારિત 29 જગ્યાઓ માટે ભરતી કરાશે

મોરબી મહાપાલિકામાં કરાર આધારિત 29 જગ્યાઓ માટે ભરતી કરાશે

ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી 27 જુલાઈ સુધીમાં મહાપાલિકાને પહોંચાડવાની રહેશે

મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા વિવિધ 29 જગ્યાઓ ઉપર કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં પોતાની અરજી તા.27 જુલાઈ સુધીમાં મહાપાલિકાએ પહોંચાડવાની રહેશે. તેમ નાયબ કમિશનર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.

● સર્વેયર – 9
લાયકાત : ડિપ્લોમા ઇન સિવિલ એન્જી.
અનુભવ : 2 વર્ષ
પગાર : 25,000

● વર્ક આસિસ્ટન્ટ -7
લાયકાત : ડિપ્લોમા ઇન સિવિલ એન્જી.
પગાર : 20,000

● લીગલ ઓફિસર -1
લાયકાત : લો ડીગ્રી, 50 વર્ષની એજ લિમિટ
અનુભવ : 5 વર્ષ
પગાર : 60,000

● લીગલ ક્લાર્ક -1
લાયકાત : LLB અને CCC
પગાર : 25,000

● ઇલેક્ટ્રિક ઈજનેર -1
લાયકાત : બીઇ, બીટેક ઇલેક્ટ્રિક
અનુભવ : 2 વર્ષ
પગાર : 35,000

● મિકેનિક -2
લાયકાત : આઈટીઆઈ મિકેનિક
અનુભવ : 2 વર્ષ
પગાર : 20,000

● આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન -1
લાયકાત : ગ્રેજ્યુએટ અને ડિપ્લોમાં ઇન લાઈબ્રેરી સાયન્સ
અનુભવ : લાઈબ્રેરી કામનો અનુભવ અને કોમ્પ્યુટરના જાણકારને પ્રથમ પસંદગી
પગાર : 20,000

● લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર – 1
લાયકાત : માન્ય યુનિ.નું પશુધન નિરીક્ષક તાલીમનું પ્રમાણપત્ર અભ્યાસક્રમ (સર્ટિફિકેટ કોર્ષ)
પગાર : 20,000
● એસ્ટેટ ઓફિસર -1
લાયકાત : બીઇ સિવિલ/ બીટેક સિવિલ/ બીઇ આર્કિટેક્ચર
અનુભવ : ટાઉન પ્લાનિંગને લગતી કામગીરીનો 2 વર્ષનો અનુભવ
પગાર : 35,000

● ઓટો મોબાઈલ ઈજનેર -1
લાયકાત : ડિપ્લોમા ઇન મિકેનિકલ/ ઓટો મોબાઈલ એન્જીનિયરિંગ
અનુભવ : 3 વર્ષ
પગાર : 27,000

● આઇટી એક્સપર્ટ -1
લાયકાત : બીઇ/ બીટેક આઇટી, એમઇ/એમટેક આઇટી, બીસીએ/બીએસસી આઇટી, એમસીએ/એમએસસી આઇટી
અનુભવ : 2 વર્ષ
પગાર : 30,000

● સેનેટરી સબ ઇન્સ્પેક્ટર -3
લાયકાત : સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ (ITI માન્ય ગણાશે નહિ)
પગાર : 25,000

શરતો :-

લાયકાત ધરાવતા અને ઈચ્છુક તમામ ઉમેદવારોએ પોતાની અરજી જાહેરાત પ્રસિધ્ધ થયેથી તા.-૨૦-૦૭-૨૦૨૫ના સમય સાંજના ૬:૦૦ વાગ્યા સુધીમાં ડેપ્યુટી કમિશનર (વહીવટ), મોરબી મહાનગરપાલિકા, ગાંધી ચોક, મોરબી-૩૬૩૬૪૧ તા.જી.મોરબી ખાતે ફકત સ્પીડ પોસ્ટ/ રજીસ્ટર પોસ્ટથી મોકલવાની રહેશે.દરેક ઉમેદવારે કવર/પરબીડીયા ઉપર પોતાનું નામ, મોબાઈલ નંબર અને e-mail id અને જે તે પોસ્ટ/જગ્યાનું નામ લખવાનું રહેશે.

ઉમેદવારે પોતાની અરજી સાથે બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયા અંગેનુ પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, અનુભવ અંગેના પ્રમાણપત્રો(જો લાગુ પડે તો), તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટ નૌ સ્વપ્રમાણીત નકલ અરજી સાથે રજૂ કરવાની રહેશે.

ઈન્ટરવ્યુ માટેની તારીખ અને સમયની જાણ E-Mail અને WhatsAppના માધ્યમથી કરવામાં આવશે. ઇન્ટરવ્યુ મોરબી મહાનગરપાલિકા-મોરબી, ગાંધી ચોક, મોરબી-૩૬૩૬૪૧ તા.જી.મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈ.ડી. અચુક લખવાનું રહેશે. ઈન્ટરવ્યુ અંગેની જાણ whatsapp અથવા Emall દ્વારા જ કરવામાં આવશે. અન્ય કોઈપણ પ્રકારે જાણ કરવામાં આવશે નહી. જો ઉમેદવાર હાજર નહી રહે તો કોઈપણ સંજોગોમાં બીજો સમય આપવામાં આવશે નહી અને તેમની ઉમેદવારી અંગે કોઈ દાવો સ્વીકારવામાં આવશે નહી.

ફિકસ પગાર સિવાય અન્ય પગાર કે ભથ્થા કે સરકારી લાભ મળવાપાત્ર રહેશે નહી.

મોરબી મહાનગરપાલિકા, ગાંધી ચોક, મોરબી-૩૬૩૬૪૧ તા.જી.મોરબી ખાતે ઈન્ટરવ્યુ સમયે ઉમેદવારોએ સ્વખર્ચે અને પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે. તથા ઇન્ટરવ્યુ સમયે તમામ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે.

સદરહું ભરતી તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત રહેશે.

ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક રૂબરૂ ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. કોઇપણ પ્રકારની ભલામણ સ્વીકારવામાં આવશે નહી. આવું કરનાર ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા કમિશનર, મોરબી મહાનગરપાલિકાને અબાધીત રહેશે. જે માટે કોઈપણ કારણો આપવામાં આવશે નહી.

આ બાબતે ન્યાય ક્ષેત્ર મોરબી રહેશે.

નિયત સમયમર્યાદા બાદ આવેલ કોઈ પણ અરજી દફતરે (અમાન્ય) કરવામાં આવશે

ઉમેદવારની નિમણુક બાબતે મહાનગરપાલિકાએ લીધેલ નિર્ણય સર્વેને બંધનકર્તા રહેશે.

કોઈપણ ઉમેદવારની અરજી મંજુર કે ના મંજુર કરવાના સર્વે હક્ક કમિશનર, મહાનગરપાલિકાને અબાધિત રહેશે.

જો કોઇપણ સંવર્ગમાં ૩૦૦ થી વધુ અરજીઓ આવશે, તો સંબંધિત લાયકાતની ડીગ્રીની ટકાવારી ધ્યાને લઈ મેરીટ બનાવવામાં આવશે અને તેના આધારે ૩૦૦ અરજીઓ સુધીના ઉમેદવારોને જ ઈન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે. જે નિર્ણય તમામ ઉમેદવારોને બંધન કર્તા રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments