મોરબી : મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં મોરબી શહેરમાં નીકળનાર તાજીયા અન્વયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં વીજ વાયરો અંગે તકેદારી રાખવા તેમજ વરસાદી વાતાવરણ હોય કોઈ અનિચ્છનીયમ બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવી હતી. આ સાથે કોઈ ખોટી અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ કોમી એકતા સાથે તહેવારની ઉજવણી કરવાના સૂચનો આપવામાં આવ્યા હતા.



