વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયાની સાથે જ વાંકાનેર તાલુકા પોલીસે લાકડધાર ગામ નજીક બે અલગ અલગ દરોડા પાડી વિદેશી દારૂની 54 બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન એક આરોપીનું નામ ખુલતા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે બાતમીને આધારે લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે આવેલ પાવરહાઉસ નજીકથી આરોપી ચેતન મનસુખભાઇ અણીયારીયા રહે.લાકડધાર વાળાને વિદેશી દારૂની 52 બોટલ કિંમત રૂપિયા 65,600 સાથે ઝડપી લેતા આરોપીએ વિદેશી દારૂ રાયસંગપરના રામદેવસિંહ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે રામદેવસિંહને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવાથી લાકડધાર જવાના રસ્તે સદભાવના કારખાના નજીકથી આરોપી અરવિંદ બાબુભાઇ અણિયારિયા રહે.લાકડધાર વાળાને વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 2800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.