મોરબી : મોરબી શહેરના જુના બસસ્ટેન્ડમા પ્લેટફોર્મ પાસે બસની રાહ જોઈને ઉભેલી વિદ્યાર્થીનીને એસટી બસના ચાલકે હડફેટે લઈ પગ ઉપર બસનું તોતિંગ વ્હીલ ચડાવી દેતા પગમાં ઇજા પહોંચી હતી.બનાવ અંગે વિદ્યાર્થીનીના પિતાએ એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મોરબીના ઘુંટુ ગામે રહેતા નેહાબેન ગૌતમભાઈ ચૌહાણ ધોરણ 12મા અભ્યાસ કરતા હોય સ્કૂલે આવ્યા બાદ બપોરના સમયે ઘેર જવા માટે નવા બસસ્ટેન્ડ ખાતે પ્લેટફોર્મ ઉપર બસની રાહ જોઇને ઉભા હતા. આ સમયે જીજે – 18 – ઝેડ – 5451 નંબરની મોરબી – ખેતરડી રૂટની બસના ચાલકે બેદરકારી પૂર્વક બસ ચલાવી નેહાબેનના પગ ઉપર બસનું આગળનું વ્હીલ ચડાવી દેતા નેહાબેનના પગના અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને બે આંગળીના નખ નીકળી ગયા હતા. અકસ્માતના આ બનાવ અંગે નેહાબેનના પિતા ગૌતમભાઈ લક્ષ્મણભાઇ ચૌહાણે એસટી બસના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.