આ કેસની હકીકત એવી છે કે વાંકાનેર શહેરમાં આવેલ સહયોગ ક્રેડિટ કો. ઓ.સોસાયટી લી.બેંક આવેલ છે. જેમાંથી આરોપીએ ધંધાના વિકાસ માટે રૂા. ૩,૫૦,૦૦૦/- ની લોનની માંગણી કરેલ અને જે-તે સમયે આરોપીથી કોરોના કાળને લીધે લોનના હપ્તા ચડી ગયેલ અને ત્યારબાદ સહયોગ ક્રેડીટ કો. ઓ.બેંકે આરોપી સામે રકમ વસુલ લેવા માટે ચેક નાખી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબના ગુન્હાની ફરિયાદ વાંકાનેર કોટૅમાં દાખલ કરેલ જેમાં આરોપીએ જે ચેક મુજબની તમામ રકમ ભરી દીધેલ છતાં રકમ બેંકે જમા લીધેલ નહી અને સિકયુરીટી પેટે આપેલ ચેકનો બેંકે મીસ યુઝ કરી ફરી રકમ વસુલ લેવા ચેક નાખીને નેગોશિએલ ઈન્સ્ટ્રુ. એકટ મુજબની ફરી વાંકાનેર કોટૅમાં ફરિયાદ દાખલ કરેલ જેમાં આરોપીને નિર્દોષ છોડી મુકવામાં આવેલ છે.
આ કામના ફરીયાદી ફૈઝાન હુસેનભાઈ શેરસીયા, રહે. નેશનલ હાઈવે, વાંકાનેરવાળા એ આ કામના આરોપી સુરેશ માવજીભાઈ ગામોટ, રહે.લુહારશેરી, વાંકાનેરવાળાનો કેસ વાંકાનેરના મહે. એડી.ચીફ જયુ. મેજી. સાહેબની કોટૅમાં જજ સાહેબ શ્રી વી. એસ.ઠાકોર સાહેબની કોર્ટેમાં આ કેસ ચાલી જતાં આરોપી તરફે ધારદાર દલીલો થતાં ફરિયાદી તરફે પુરતો પુરાવો ન મળતા આરોપીને નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮ મુજબના ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમા આરોપીઓ તરફે એડવોકેટ શ્રીમતી અંજનાબેન એમ. રાઠોડ રોકાયા હતાં.
