નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને પેટર્ન ફાઇલ કરવાની કામગીરી અને સ્ટાર્ટ અપ વિશેની માહીતીઓ અપાઈ
મોરબી : મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ઇનોવેશન સેલ (MIC), AICTE તથા આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ & કમ્પ્યુટર સાયન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાના IIC જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજન અંતર્ગત આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સે આયોજક સંસ્થા તરીકે જવાબદારી નિભાવી હતી. આ કાર્યક્રમમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન પ્રસાદભાઈ ગોરીયા કોલેજના ડાયરેક્ટર ડો. રમેશ કૈલા, અમદાવાદ ઇનોવેશન કાઉન્સિલિંગ આઈપી કોમર્શિયલ ટ્રાન્સફર મેનેજર શ્યામ સુંદર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઈક્યુબ સેન્ટરના સીઈઓ પાર્થ શેજપાલ, અમદાવાદ ઇનોવેશન કાઉન્સિલિંગ સેલના કોર્ડીનેટર મિતેશ વાઢેર અને મારવાડી યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં ઇનોવેશન ઇન્સ્ટિટયૂટ કાઉન્સિલિંગ દ્વારા પેટર્ન ડિઝાઇન કઈ રીતે રજીસ્ટર કરવું અને વિદ્યાર્થીઓને કઈ રીતે માહિતગાર કરવા સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે તેનું સચોટ માર્ગદર્શન મિતેશભાઇ વાઢેરે આપેલું હતું
સેશન 2 મારવાડી યુનિવર્સિટીના આઇઆઇસી વાઈસ પ્રેસિડેન્ટ કોલેજે કઈ કઈ ઇવેન્ટ કરવી તેનું એન્ટરપ્રિન્ટ માટેનું માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને એન્ટરપ્રિન્યોરશિપ માટેના પ્રોગ્રામો અને તેનું રિપોર્ટિંગ વિશેની માહિતી આપેલ હતી. ત્રીજા સેશનમાં સાઈ સુંદરે સમગ્ર ભારતમાં ઇનોવેશન સેલ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા કઈ કઈ એક્ટિવિટી કરવામાં આવે છે વિદ્યાર્થીની પેટર્ન અને ફેકલ્ટીની પેટન કઈ રીતે કોમર્શિયલાઈઝ કરવામાં આવે, સ્ટાર્ટઅપ માટેના સ્ટેપ તેમજ વિદ્યાર્થીઓ સુધી સચોટ માહિતી કઈ રીતે આપી શકાય તેનું માર્ગદર્શન આપેલું હતું.
કાર્યક્રમના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇક્યુબ સેન્ટરના સીઈઓ પાર્થભાઈ સેજપાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા પ્રોગ્રામ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ એફડીપી તેમજ દરેક કોલેજને આઇઆઇસી નું રિપોર્ટિંગ કઈ રીતે કરવું તેની સમગ્ર માહિતી આપેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. હિરેન મહેતાએ કર્યું હતું.
