વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા – માટેલ રોડ ઉપર આવેલ સિમ્બોસા સિરામિક કારખાનામાં જીજે – 03 – બિટી – 1503 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલક અશોકભાઈ માનસંગભાઈ પારેજીયા રહે.હજનાળી વાળાએ બેદરકારીથી ટ્રક ચલાવી એકદમ ટર્ન મારતા ટ્રક ટ્રેલર પલ્ટી જતા ટ્રેલરની કેબિનમાં બેઠેલા ક્લીનર રોહિતભાઈ અશ્વિનભાઈ ધંધુકિયા નામના યુવાનનું કેબિન નીચે દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પિતા અશ્વિનભાઈ ધંધુકિયાની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.