મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં રણછોડનગરમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ બીજા દરોડામાં નજરબાગ નજીક ગાંધી સોસાયટીમાંથી બિયરના 13 ટીન સાથે એક શખ્સને દબોચી લીધો હતો.
પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે રણછોડનગર વિસ્તારમાં જલારામ એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડી નામચીન સાગર કાંતિલાલ પલાણ ઉ.32 રહે.જલારામ એપાર્ટમેન્ટ, સેન્ટમેરી સ્કૂલ પાછળ મોરબી વાળાને વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 6500 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં નજરબાગ વિસ્તારમાં આવેલ ગાંધી સોસાયટીમાં દરોડો પાડી આરોપી હિતેશ પ્રેમજીભાઈ બોચિયાને ગોડફાધર બ્રાન્ડ બિયરના 13 ટીન કિંમત રૂપિયા 1755 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.